Hot Posts

6/recent/ticker-posts

[100 + gujarati romantic love shayari ગુજરાતી રોમાન્ટિક Love શાયરી

 [100 + gujarati romantic love shayari

100 + Gujarati Love Shayari - Quotes, MSG, Status and Images in Gujarati

 દિલ નો લાલ બાદશાહ તો હું પણ હતો..એક કાળી ની રાણી આવી ને ગુલામ બનાવી ને જતી રહી...

Dilno lalBadsha to hupan hato Aek kalini rani 
Avine ne Gulam banavine jati rahi 



મૌસમ નું નામ આપું કે પછી તમારું, કોઇ પૂછી બેઠું છે કે 

“બદલાઇ જવું ” એટલે શું ?


 ઓય દીકું એક વાત કહું, તારી સાથે છુપી છુપી વાતો કરવામાં મજા પડે છે !!


વધારે શુ આપુ હવે હુ મારા પ્રેમના પુરાવા, શબ્દોમાં જ વાગે છે ઢોલ નગારાં ને પાવા. 


હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કદર થવી જોઈએ, બસ એકવાર વાંચો તો દિલ પર અસર થવી જોઈએ !! 


આ દુનિયા મા બધુ કિમતી જ હોય છે... મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી...!!! 


તમને દિલની ધડકન બનાવી બેઠા છીએ, દૂર ના જાતા,; જાન બનાવી બેઠા છીએ. 


હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય, હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.

 

સમય  રોજ  એક કોરો ચેક આપે છે, પણ આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ!!!


 જયારે દવા અસર ન કરે તો નજર ઉતારે છે....💞 માં છે. સાહેબ💞 હાર એ કયા માને છે...


 કોણ કહે છે કે હૃદય માત્ર છાતીમાં જ હોય છે, તને લખું તો મારી આંગળીઓ પણ ધબકી ઉઠે છે !!


 સાચી દોસ્તી એટલે, શરીર અનેક પણ આત્મા એક 

 

કેટલીક પ્રેમ કહાનીઓ એટલે જ અધુરી રહી જાય છે, કારણ કે આપણે દોસ્તીનો સંબંધ ખોવા નથી માંગતા !!


 મિત્રતા ખાતર મરવુ તે મોટી વાત નથી.. પણ.. જેને માટે મરવુ છે તેવો મિત્ર મળવો બહુ મોટી વાત છે..


 આમ જુઓ તો અમે ડાહ્યાડમરા, આમ જુઓ તો જીદ્દી,સૌએ જિંદગી પીધી અધ્ધરથી, અમે મોઢે માંડી સીધી..

 

આ દિલ 💕પણ અજીબ કમાલ કરે છે જવાબ નથી જેના ,તેવા સવાલ કરે છે.


 પ્રેમ ક્યારેય સાચો કે ખોટો નથી હોતો,હા પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ શકે !!


જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.


 પાણી માં પડેલા તેલના ટીપાને  સંપર્ક  કહેવાય...!જ્યારે..પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય


શરમાય છે ને મને જોઇને ગભરાય પણ છે, પણ એ મને જ્યારે જોવે છે ત્યારે મારું મન પણ મલકાય છે.


 શાયરોની દુનિયા માં અમે ક્યાં ચાલવાના હતા..!? આ તો દિલ વેતરાતું ગયું ને દર્દ લખતાં ગયાં.


તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક, જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી મારી બાજુ ઝુક.


 #Important છે તારી અને મારી વાતો, બાકી બધી તો છે બસ કહેવાની વાતો !!


કોઈને પ્રેમ કરો તો એવી ભાવનાથી કરજો, કે જીવનમાં તે વ્યક્તિને જ્યારે પણ પ્રેમ મળે ત્યારે બસ તમારો પ્રેમ યાદ આવે.


પ્રેમ શબ્દની આપણી ખોટી પડી જોડણી, તું સમજી શબ્દ ને હું સમજ્યો લાગણી.


 તમે લોકો રિસાઈ જાવ ત્યાં હું હારી જાઉ છું, બાકી હેસિયત તો દુનિયા જીતવાની રાખું છું...!!!


દરેક સ્ત્રીમાં એક મીરાં અને દરેક પુરુષમાં એક શ્યામ છુપાયેલો હોય છે, એક અધુરો છતાં મધુરો સંબંધ ક્યાંક મનના ખૂણે ધરબાયેલો હોય છે.


સપનું ના બનાવ તું મને એ ક્યાં પુરા થાય છે, પડછાયો બનાવી લે મને એ ક્યાં જુદા થાય છે.


સૌપ્રથમ મારું હૃદય તારું થયું, એ પછી જે કંઇ થયું સારું થયું.


નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.


 વાતો તો બધી સાચી જ હોય છે, બસ....  કોઈ ને સમજવામાં તો.... કોઈ ને સાંભળવામાં ભૂલ થાય છે.


આવ જરા તું પાસે અને વાત તો કરી જો, છોડ ચિંતા અંતની તું શરૂઆત તો કરી જો.



પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, થઈ તો બધાને જાય છે.


 આવ ને મળીને શોધી લઈએ, એક કારણ ફરી મળવાનું 


અપરાધ જો ગણો તો ફક્ત એટલો જ કે, સંભવ નહોતો ત્યાં મેં અપેક્ષા રાખી હતી.


 જિંદગી જીવવા માટે બે જ વસ્તુની જરૂર છે મને, એક તું અને બીજો તારો અનહદ પ્રેમ !!


મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી, બસ તારા સિવાયનું બીજું બધું ઝાંખું દેખાય છે.


તારો હાથ પકડીને જીવનના બધા રસ્તા પર ચાલવા માંગુ છું, પછી ભલે ખુશી મળે કે દુખ એ મારુ નશીબ.


 ખબર નહીં એવો શું સંબંધ છે અમારી વચ્ચે, લાગે છે વર્ષો જુનો કોઈ અધુરો કિસ્સો છે !!

1   2    3    4    5   Next

Post a Comment

0 Comments